સુરતમાં કોર્પોરેટર ખુરશી વિવાદ સામે આવ્યો છે. જેમાં અધિકારીની ખુરશી પર મહિલા કોર્પોરેટર બિરાજમાન થયા છે. તેમાં વોર્ડ 10ના કોર્પોરેટર ઉર્વશી પટેલ ખુરશી પર બેસતા વિવાદ
થયો છે. તથા મહિલા કોર્પોરેટરનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ખુરશી વિવાદમાં મહિલા કોર્પોરેટર અધિકારીની ચેર પર બેઠા અને અધિકારી, કર્મી ઊભા છે. અધિકારી ઉભા હોવાના નામે મહિલા કોર્પોરેટર ધાક જમાવતો ફોટો વાયરલ થતાં વિવાદ થયો
છે. તેમાં ઉર્વશીબેને અધિકારીની ખુરશી પર બેસી વિવિધ સમસ્યા મુદ્દે ચર્ચા કરી છે. તથા ભાટપોરમાં ફરિયાદ ઉકેલવા કોર્પોરેટર અધિકારીની ખુરશી ઉપર બેસી ગયા તે શહેરભરમાં ચર્ચાનો
વિષય બન્યો છે.