ગુજરાત હાઈકોર્ટની રખડતા ઢોર મુદ્દે ટીપ્પણી બાદ વહીવટી તંત્ર રખડતા ઢોરોને પકડવા માટે સક્રિય થયું છે. તેવામાં ગાંધીનગર પાલિકાના ઢોર પાર્ટીના બે કર્મીઓ આજે ઢોર નહિ પકડવા માટે 15 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ACB એ ટ્રેપ ગોઠવીને ઢોર પાર્ટીના બંને કર્મચારીઓને લાંચના રૂપિયા સાથે રંગે હાથ પકડ્યા હતા.