વડાપ્રધાન મોદીએ આજે કચ્છીઓને અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં કચ્છ માટે આજે મોટો દિવસ છે. તેમજ કાર્યક્રમમાં સ્ટેજ પર પીએમ મોદીનું કચ્છી પાઘડી અને કચ્છી જેકેટ
પહેરાવીને સ્વાગત કરાયું હતુ. તેમજ વડાપ્રધાને નર્મદા નદીની કચ્છ શાખા નહેરની તખતીનું રિમોટ કન્ટ્રોલથી અનાવરણ કર્યું હતુ. તથા જનમેદનીને સંબોધન કરતા પીએમ મોદી ભાવુક
થયા હતા.
ભૂકંપ બાદ પહેલી દિવાળી મેં નહોંતી ઉજવી
તેમજ સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતુ કે ભૂકંપ બાદ પહેલી દિવાળી મેં નહોંતી ઉજવી. તથા મારી સરકારના કોઈએ દિવાળી નહોતી મનાવી. તેમજ હું દર વર્ષે દિવાળી બોર્ડરના
જવાનો સાથે મનાવું છું. કચ્છ સાથે મારી અનેક યાદો જોડાઈ છે. તથા કચ્છમાં કોઈ સપનું વાવે તો કચ્છીઓ તેને વટવૃક્ષ બનાવે છે. 2046 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે. તથા આજે
દેશમાં અનેક ખામીઓ દેખાતી હશે. તેમજ 2001ની તબાહી બાદ કચ્છમાં થયેલું કામ અકલ્પનીય. નર્મદાના નામ સ્મરણથી પુણ્ય મળે છે. તથા આજે કચ્છમાં ભૂકંપપ્રુફ હોસ્પિટલ છે.
આજે કચ્છના દરેક ઘરે નર્મદાનું પાણી પહોંચે છે.
કચ્છની દાબેલી, ભેળપુરી, ખારેક ખુબ વખણાય
કચ્છમાંથી અનેક ફળો વિદેશ સુધી મીઠાશ ફેલાવી રહ્યા છે. તથા કચ્છની દાબેલી, ભેળપુરી, ખારેક ખુબ વખણાય છે. તેમજ આજે કચ્છમાં ખેડૂતોએ પશુધનથી ધન વધાર્યું છે. આજે કચ્છ
દરરોજ 5 લાખ લીટર દૂધ એકઠું કરે છે. 'કચ્છ પોતાને જ નહીં ગુજરાતને પણ વિકાસની ગતિ આપી છે' તેમજ આજે કચ્છમાં દુનિયાનો સૌથી મોટો સિમેન્ટનો પ્લાન્ટ છે. તથા વેલ્ડિંગ
પાઈપ ઉત્પાદનમાં કચ્છ દુનિયામાં બીજા સ્થાને છે. તેમજ તમામ ક્ષેત્રે કચ્છ આગળ છે. જેણે કચ્છ નથી જોયું, એણે કંઈ નથી જોયું. તથા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયું છે.