ચૂંટણીના પગલે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

Sandesh 2022-09-05

Views 3

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં ચૂંટણીના પગલે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા છે. તેમાં PM મોદી, અમિત શાહ બાદ રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે. તેમજ ચૂંટણીને

લઈ કોંગ્રેસ 125 બેઠકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા એક્શન મોડમાં છે. તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણીલક્ષી ગુજરાતની મુલાકાત રહેવાની છે.

ચૂંટણીના પગલે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

ઉલ્લેખનીય છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બુથ સ્તરના નેતાઓને રાહુલ ગાંધી સંબોધન કરશે. જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર બુથ સ્તરના 52000 નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસ આ

વખતે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ મેદાને આવશે. તથા અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ, રિવરફ્રન્ટ સહિતના રૂટ પર કોંગ્રેસના ફ્લેગ લગાવવામાં આવ્યા છે. તથા

રાહુલ ગાંધીના વેલકમ માટેના કોંગ્રેસની તમામ તૈયારીઓ જોવા મળી છે.

ચૂંટણીને લઈ કોગ્રેસ 125 બેઠકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા એક્શન મોડમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગુ ફૂંકવા રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે છે. પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સવારે 11.15 વાગ્યા આસપાસ રિવરફ્રન્ટ

વલ્લભ સદન પાછળ બુથના યોદ્ધાઓના સંમેલનને સંબોધશે, ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં રાહુલ બપોરે બે વાગ્યા આસપાસ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં પ્રાર્થના

સભામાં જોડાઈ ગાંધી બાપુની પ્રતિમાને નમન કરી આશીર્વાદ મેળવશે.

પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે

ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, મોંઘવારી, બેરોજગારી, કથળતી કાયદા વ્યવસ્થા, ડ્રગ્સના બેફામ કારોબાર સહિતના મુદ્દે પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવશે, આગામી ચૂંટણીને ધ્યાને લઈ

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બૂથના યોદ્ધાઓને સંબોધન કરશે. ગુજરાતના 52 હજાર બૂથના યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધી સવારે

અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ સર્કિટ હાઉસ જશે, ત્યાંથી રિવર ફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં પહોંચશે, એ પછી સાબરમતી ગાંધી આશ્રામના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમોને લઈ

પ્રદેશ નેતાગીરીએ દોડધામ મચાવી છે, પ્રદેશ નેતાઓ, પ્રભારી ડો. રઘુ શર્માએ સ્થળ પર જઈ આગોતરી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના સૂત્રો કહે છે કે, વિધાનસભાની

ચૂંટણીને લઈ આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS