કોઈ વ્યક્તિ કે વસ્તુને અડવાથી કરંટ કેમ લાગે છે?

Sandesh 2022-09-06

Views 4

કોઈ વાર કોઈ વ્યક્તિ કે વસ્તુને અડવાથી કરંટ કેમ લાગે છે?
સ્વિચ બોર્ડને અડતા કરંટ લાગે સમજી શકાય પણ કોઈ વ્યક્તિ કે વસ્તુને અડતા કરંટ કેમ લાગતો હશે એ સવાલ આપણને બધાને લગભગ થયો જ હશે
આ સવાલનો જવાબ એવો છે કે બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ એટમ એટલે કે નાના નાના અણુઓની બનેલી હોય છે અને દરેક અણુંમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. Science કહે છે કે આ ત્રણેયનું કાર્ય કરંટ ફોલો કરવામાં મહત્વનું છે પણ સકારાત્મક રીતે ચાર્જ થયેલો પ્રોટોન, નકારાત્મક રીતે ચાર્જ થયેલો ઇલેક્ટ્રોન અને તટસ્થ ન્યુટ્રોન મોત ભાગે અણુને તટસ્થ રાખવાનું કામ કરે છે. કરંટ ત્યારે આવએ છે જ્યારે આ ત્રણમાંથી એક પણનું સ્તર ઉપર નીચે થાય એટલે હલચલ થાય અને એટલે જ ક્યારેક માણસને કે વસ્તુને અડવાથી પણ કરંટ લાગે તેવું બને
બીજી એક વાત નોટિસ કરવા જેવી એ છે કે આ કરંટ ઠંડીના વાતાવરણમાં સૌથી વધુ લાગે છે એવું કેમ?
ઠંડીમાં ઇલેક્ટ્રિક ચાર્જ સૌથી વધુ હોય છે કારણકે આપણી આસપાસનું વાતાવરણ સૂકું હોય છે જેથી ઇલેક્ટ્રોન આસાનીથી ત્વચા પર વિકસિત થઈ શકતા હોય છે જેથી ઠંડીમાં કરંટ વધુ લાગે છે.
હવે બીજું કે પ્લાસ્ટિકની ખુરશીમાં બેસીએ ત્યારે કેમ કરંટ લાગે છે?
જ્યારે આપણે પ્લાસ્ટિકની ખુરશીમાં બેસીએ અને પગ જમીનને ન આદત હોય ત્યારે આ પ્લાસ્ટિકની ખુરશી આપણાં કપડાથી અલગ થઈ રહેલા ઇલેક્ટ્રોન જમા કરવા લાગે છે. તમે બેઠેલા છો ત્યાં સુધી આ ચાર્જ તમારી પાસે છે પણ જેવા તમે ખુરશીમાંથી ઊભા થશો અ આ ઉર્જા ખુરશી પાસે જતી રહે છે જેથી બીજી વાર જ્યારે કોઈ એના પર બેસે તો કરંટ લાગતો હોય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS