છેલ્લાં કેટલાંક દિવસથી અસહ્ય બફારો અને ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ગયા છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજા ફરી વરસશે તેવી આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે અમદાવાદમાં નહિવત વરસાદ પડશે ધારણા હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે.