અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, નરોડા, એસજી હાઈવે, પ્રહલાદનગર, વેજલપુર, મણીનગર, ખોખરા, નારોલ, વસ્ત્રાલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરખેજ, શીલજ, સિંધુભવન, આનંદનગર, જોધપુર, ખાડિયા, સેટેલાઈટ, ગોતા, સોલા, નહેરૂનગરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો.