રાજકોટમાં યુવકનો પિસ્તોલ, બંદૂક સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જાહેરમાં પિસ્તોલ અને બંદૂક સાથે યુવાન ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ વાળી ગાડી સાથે રોડ પર ફરી રહ્યો છે.
તેમાં ગાડી BRTSના રસ્તા પર ચલાવતો વીડિયો વાયરલ થયો છે. રિલ્સ બનાવવામાં ચક્કરમાં કાયદાનું ભાન ભૂલાયું છે. જાણે કે પોલીસનો ખોફ જ ન હોય તેમ એક બાદ એક વિવાદિત
વીડિયો સામે આવી રહ્યા છે.