વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં આવેલી એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ નામ આપવામાં આવ્યું છે. આ અંગેનો નિર્ણય મેટની એકઝ્યુકેટિવ કમિટીમાં લેવામાં આવ્યો છે. જે બાદ AMCની સ્ટેન્ડિંગ કમિટીએ મેટ મેડીકલ કોલેજના નામને બદલવાની દરખાસ્તને મંજૂર કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ મેટ મેડીકલ કોલેજને નરેન્દ્ર મોદી કોલેજનું નામકરણ કરવામાં આવ્યું હતું. મેડીકલ કોલેજને વડાપ્રધાનના નરેન્દ્ર મોદીનું નવું નામ મળતા વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને અને ગરબા રમીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી.