વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી ચિત્તાઓને છોડયા હતા. ત્યારબાદ પીએમએ કહ્યું કે આજે આપણને જૈવવિવિધતાની કડીને જોડવાની તક મળી છે જે દાયકાઓ પહેલા તૂટી ગઈ હતી. ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા છે. પીએમએ કહ્યું કે છેલ્લી સદીમાં આપણે એવો સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના શોષણને શક્તિનું પ્રતીક માનવામાં આવતું હતું. જ્યારે દેશમાં માત્ર છેલ્લા ત્રણ ચિત્તા બચ્યા હતા ત્યારે તેમનો પણ શિકાર કરવામાં આવ્યો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે અમે 1952 માં ચિત્તાના લુપ્ત થવાની જાહેરાત કરી હતી પરંતુ તેમના પુનર્વસન માટે કોઈ સાર્થક પ્રયાસો થયા નહીં પીએમએ છેલ્લા ત્રણ ચિત્તાના શિકારનો ઉલ્લેખ કર્યો છે. તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે છેલ્લા શિકારી કોણ હતા. તો આજે અમે તમને આ શિકારી વિશે જણાવીએ છીએ જેમણે ભારતની ધરતી પરથી છેલ્લા ચિત્તાનો સફાયો કર્યો હતો. તો જોઈએ સંદેશના આજના એજન્ડામાં ભારત અને ચિત્તાનો રોચક ઈતિહાસ...