અમદાવાદ અને સુરત DRIની સંયુક્ત ટીમે ઓપરેશન કર્યું

Sandesh 2022-09-18

Views 1

કચ્છના ગાંધીધામમાં 50 કરોડ રૂપિયાની ઈ-સિગારેટ ઝડપાઈ છે. જેમાં ગાંધીધામ DRIએ 2 લાખ ઈ-સિગારેટ જપ્ત કરી છે. તેમજ અગાઉ સુરતમાંથી ઈ-સિગારેટ ઝડપાઈ હતી.

અમદાવાદ અને સુરત DRIની સંયુક્ત ટીમે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન પાર પાડી આ ઇ-સિગારેટ પકડી પાડી છે.

ગાંધીધામ DRIએ 2 લાખ ઈ-સિગારેટ જપ્ત કરી

ઉલ્લેખનીય છે કે DRIની ટીમને એક કન્ટેનરમાંથી બે લાખ ચારસો પ્રતિબંધિત આયાતી ઈ-સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. જ્યારે બીજા કન્ટેનરમાંથી મીસડિક્લેરેશનનો જથ્થો મળી

આવ્યો હતો. તેમાં બે શંકાસ્પદ કન્ટેનર્સને અટકાવીને તપાસ કરવામાં આવતા આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. ત્યાર બાદ DRIએ આયાતકારના અન્ય

કન્ટેનર્સની તપાસ પણ હાથ ધરી હતી.

અગાઉ સુરતમાંથી ઝડપાઈ હતી ઈ-સિગારેટ

આ મહિનાની શરૂઆતમાં સુરતમાંથી પણ 20 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરના સચિન હાઈવે પરથી ઈ-સિગારેટના કન્ટેનર સાથે

એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ઈ-સિગારેટનો તે જથ્થો ચીનથી મંગાવાયો હતો અને મુંબઈ લઈ જવાઈ રહ્યો હતો તેવું સામે આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS