PM મોદી પોતાના જન્મદિન એટલેકે 17 સપ્ટેમ્બર મધ્યપ્રદેશ રહેવાના છે. આ અવસરે વડાપ્રધાન તેમના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં આવતા ચિત્તાઓને મળશે. આ દિવસે દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓની એક ટીમ શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં આવી રહી છે. વડાપ્રધાન મોદી આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં પ્રવેશ કરાવશે.