આંધ્રપ્રદેશની એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થઈ છે. રવિવારે તિરુપતિ નજીક રેનીગુંટામાં નવી બનેલી કાર્તિક ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ડૉક્ટર સહિત તેમના બે બાળકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં કરી આગને કાબૂમાં લીધી હતી