નવલા નોરતા શરુ થઇ ગયા છે. આખું ભારત દેવીની ભક્તિમાં લીન થશે અત્યાર સુધી તમે એમ તો સાંભળ્યું હશે કે માતાને ચુંદડી વગેરેનો શ્રૃંગાર જ ચઢાવવામાં આવે છે પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે માતાજીને ચશ્માં ચઢાવવામાં આવે? છત્તીસગઢના દક્ષિણ બસ્તરમાં આવેલ મંદિરમાં માતાજીને ચશ્માં પહેરાવવામાં આવે છે. પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ ભક્તો તેમને કાળા ચશ્મા ચઢાવે છે. આ માન્યતા અનાદિ કાળથી ભક્તોમાં ચાલી આવી છે. બસ્તરના આદિવાસીઓ ચશ્મા વિશે જાન પણ એવી રીતે જ થઇ હશે.