હૈદરાબાદમાં નવરાત્રિ પંડાલમાં દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં મંગળવારે બે બુરખો પહેરેલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર મહિલાઓ શહેરના ખૈરતાબાદ વિસ્તારમાં એક પંડાલમાં ઘૂસી ગઈ હતી અને દુર્ગાની મૂર્તિનો એક ભાગ તોડી નાખ્યો હતો. જ્યારે સ્થાનિકે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે એક મહિલાએ તેના પર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ બંને મહિલાઓને પકડીને પોલીસને હવાલે કરી હતી.