ગાંધીનગરમાં એસી ફાટવાથી પિતા-પુત્રના મોત

Sandesh 2022-09-28

Views 2

ગાંધીનગરમાં એસી ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. ગાંધીનગરના પલિયડ ગામમાં રહેતા પરિવાર બંધ રૂમમાં હતા ત્યારે આ એસી ફાટવાની ઘટના બની છે. બપોરના સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 42 વર્ષના યુવક અને તેમના દોઢ વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે. બપોરે રૂમમાં પિતા-પુત્ર સુઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે.
ગાંધીનગરના પલિયડ વિસ્તારમાં પિતા-પુત્ર બંધ રૂમમાં હતા ત્યારે અચાનક એસી ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં પિતા-પુત્રનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. હાલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી રહી છે.
હાલ એસી કેમ ફાટ્યું તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે. બંધ રૂમમાં એસી ફાટવાની દુર્ઘટના સામે આવતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS