રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીને હવે Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી તેમને Z શ્રેણી સુરક્ષા અપાતી હતી. ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી પર ખતરો હોવાથી ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. ચુકવણીના આધારે તેમની સુરક્ષા વધારવામાં આવી છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે વિસ્ફોટકો મળી આવ્યા બાદ તેમની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો વિચાર ઘણા સમયથી ચાલી રહ્યો હતો.