કહેવાય છે કે ગુજરાતીઓના લોહીમાં ગરબા હોય છે. નવરાત્રિ શરૂ થતાં જ વિદેશમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કતારના દોહામાં પણ ગુજરાતી સમાજ કતાર દ્વારા નવ દિવસ દરમિયાન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના પ્રથમ દિવસથી જ ગુજરાતીઓ સંગીતના તાલે ગરબે ઘૂમ્યા હતાં. આ મહોત્સવમાં ગુજરાતી સમાજ કતાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવનું સમર્થન કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે આ મહોત્સવમાં વિવિધ થીમ રાખવામાં આવી હતી.