સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ગયા મહિને તેની એડવાન્સ વિઝા સિસ્ટમની જાહેરાત કરી હતી. આ વિઝા નિયમો સોમવારથી લાગુ થશે. નવા વિઝા નિયમોમાં 10 વર્ષની વિસ્તૃત ગોલ્ડન વિઝા સ્કીમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુશળ કામદારો માટે પાંચ વર્ષની ગ્રીન રેસિડેન્સી અને મલ્ટિપલ એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા પણ છે. જેમાં મુલાકાતીઓ 90 દિવસ સુધી UAEમાં રહી શકશે. ચાલો જોઈએ UAEના નવા ઈમિગ્રેશન કાયદામાં કયા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.