યુએઈમાં એડવાન્સ વિઝા સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેની અસર ત્યાં કામ કરતા વિદેશીઓથી લઈને વિદેશી પ્રવાસીઓ પર પડશે. વર્ષ 2022માં જ એપ્રિલ મહિનામાં UAE કેબિનેટે નવા વિઝા નિયમોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે બાદ સોમવાર 3 ઓક્ટોબરથી તેને લાગુ કરવામાં આવ્યો છે. નવા વિઝા નિયમો લાગુ કરવાનો હેતુ UAEની ઇમિગ્રેશન અને રેસિડેન્સી પોલિસીમાં ફેરફાર લાવવાનો છે. UAE સરકારના વરિષ્ઠ અધિકારી મેજર જનરલ સુલતાન યુસુફ અલ નૌમીએ જણાવ્યું હતું કે UAEની નવી વિઝા પ્રણાલીથી વિદેશીઓ માટે વિઝા પ્રક્રિયાઓની ઝંઝટ દુર થશે તો વીઝા પ્રક્રિયાને પણ સરળ બનાવશે સાથે UAEને રહેઠાણ, કામ કરવા અને રોકાણ કરવા માટે શ્રેષ્ઠ બનાવશે.