રાજકોટમાં આજરોજ કેસરી અને લીલો ઝંડો ઉતારવા બાબતે બે કોમના ટોળાઓ એકત્ર થયા હતા. જેથી વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા બંને કોમના જૂથોને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો.