કોચીના દરિયાકાંઠે માદક દ્રવ્યોનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. અહીંથી દરિયામાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ઈરાનની બોટમાંથી 200 કિલો એટલે કે આશરે 1000 કરોડ રૂપિયાના હેરોઈનના જથ્થાને પકડી પાડ્યું છે. આ તપાસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. NCB અધિકારીઓએ ડ્રગ ગેંગને પકડવા માટે નેવીની મદદ લીધી હતી.