ગુજરાતમાં ફરી ડ્રગ્સનો સપાટો: 350 કરોડનું હેરોઇન જપ્ત, 6 પાકિસ્તાની ઝડપાયા

Sandesh 2022-10-08

Views 398

ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં સાથે મળીને 50 કિલોન એટલે કે 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડયું છે. પાકિસ્તાનથી જે ડ્રગ્સ ગુજરાતની દરિયાઇ સીમામાં આવતું હોવાની માહિતી મળી હતી તેના આધારે આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અલ સાકાર નામની બોટમાં જેમાં 50 કિલો હેરોઇન લઇ 6 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સ ગુજરાત લઇને આવી રહ્યા હતા તે પહેલાં જ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે તેને મધદરિયે રોકી તેના કબ્જે કર્યું છે.

મહત્ત્વની વાત છે કે ગુજરાત એટીએસ દ્વારા મધદરિયે આવા જ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેમાં વધુ એક ઓપરેશન મોડી રાત્રે સફળ થયું છે. આ બોટને જખૌ લાવવામાં આવી રહી છે. આ હેરોઇન કોણે મોકલવાનું હતું, કોની સંડોવણી છે, તેમજ 6 પાકિસ્તાની નાગરિકનો શું રોલ છે? તે હવે તપાસમાં સામે આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS