પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈશનિંદાના આરોપ લગાવીને તેની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે શુક્રવારે એક રેલીમાં કહ્યું હતું કે જો તેમની સાથે કંઈપણ અપ્રિય થશે તો આ કાવતરાખોરોના નામ દેશની સામે આવશે. પંજાબ પ્રાંતના મિયાંવાલીમાં એક રેલીને સંબોધતા, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ખાને કહ્યું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતાઓ તેમના પર ધાર્મિક દ્વેષ ભડકાવવા માટે ઈશનિંદાનો આરોપ લગાવી રહ્યા છે. ઈમરાને કહ્યું કે બંધ દરવાજા પાછળ બેઠેલા ચાર લોકોએ મને ઈશનિંદાના આરોપમાં મારી નાખવાનો નિર્ણય કર્યો.