મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં સરા ચોકડીએ આજરોજ રાત્રીના સમયે ફટાકડાના સ્ટોલ રાખવાની બાબતે બે જુથો વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા બે રાઉન્ડ હવામાં ફાયર કરાયું હતું. ફયારીન્ગને પગલે સ્થાનીકોમાં અફર તફરીનો માહોલ ન્સર્જાયો હતો. જેને લીધે પોલીસ દોડતી થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને જૂથો પાઈપ, ધોકા અને હોકી જેવા હથીયારો લઈને સામસામે ઉતારી આવ્યા હતા. જેને લીધે વાતવર તણાવ પૂર્ણ બન્યું હતું.