સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી નયનતારા માતા બની ગઈ છે. નયનતારા જોડિયા પુત્રોની માતા બની છે. નયનતારાએ આ વર્ષે જૂન મહિનામાં વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર મહિના પછી જ નયનતારા અને વિગ્નેશ માતા-પિતા બન્યા છે. આવી સ્થિતિમાં નયનતારાના ફેન્સ માટે આ સમાચાર કોઈ સરપ્રાઈઝથી ઓછા નથી. બંનેના લગ્ન 9 જૂનના રોજ થયા હતા, જેમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા સ્ટાર્સે હાજરી આપી હતી. બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ નયનતારાના લગ્નમાં પહોંચ્યા હતા. નયનતારા અને વિગ્નેશે માતા-પિતા બનવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.
નયનતારા-વિગ્નેશ માતા-પિતા બન્યા
સોશિયલ મીડિયા પર કપલે આ સારા સમાચાર ફેન્સ સાથે શેર કર્યા. તેણે એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે તેના બંને બાળકોના પગ પકડીને જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતા વિગ્નેશે લખ્યું, "નયન અને હું અમ્મા અને અપ્પા બની ગયા છીએ. અમે જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છીએ. અમારી બધી પ્રાર્થનાઓ, અમારા પૂર્વજોના આશીર્વાદ અને સારા ભાવોને મેળવીને અમારા માટે બે બાળકો આવ્યા છે. અમને અમારા ઉઇર અને ઉલગામ માટે તમારા બધાના આશીર્વાદની જરૂર છે. જીવન વધુ સુંદર લાગી રહ્યું છે.