સમાજવાદી પાર્ટી (SP)ના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને થોડા દિવસો પહેલા યુરિનરી ઈન્ફેક્શન, બ્લડ પ્રેશરની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફને કારણે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સતત નાજુક હતી. તેમના નિધન વિશે માહિતી આપતા અખિલેશ યાદવે કહ્યું કે, મારા આદરણીય પિતા અને સૌના નેતા નથી રહ્યા.