કેન્દ્રીય મંત્રી અમિત શાહે નવસારીના ઉનાઈ ખાતેથી ભારતીય જનતા પાર્ટીની બે ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યાં તેમણે વાંસદાના પૌરાણિક ઉનાઈ માતાજી મંદિરે દર્શન કર્યા બાદ શભા સ્થળે પહોંચ્યા હતા જાહેરસભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ યાત્રામાં કર્ણાટકના કૃષિ રાજ્યમંત્રી શોભા કરંદલાજે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.