દેશમાં પ્રથમ વખત મધ્યપ્રદેશમાં હિન્દીમાં MBBS કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે તેનું લોકાર્પણ કર્યું અને મેડિકલના પ્રથમ વર્ષના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું. ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા અને અન્ય મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.