કોરોના ફરી એકવાર ડરાવા લાગ્યો છે. નવા કેસ વધવા લાગ્યા છે. મંગળવારે દેશભરમાં કોરોનાના 1,946 નવા કેસ નોંધાયા છે. જ્યારે સોમવારે 1,542 કેસ નોંધાયા હતા. એટલે કે 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 26%થી વધુનો વધારો થયો છે. કોરોનાના નવા કેસોએ તહેવારોની સિઝનમાં તણાવ વધારી દીધો છે. બે વર્ષથી તહેવારોની સિઝનમાં કોરોનાનો દબદબો રહેતો હતો. આ વખતે થોડી રાહત હતી. પરંતુ હવે ફરી એકવાર કેસ વધ્યા બાદ ખતરો પણ વધવા લાગ્યો છે.