મધ્યપ્રદેશમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. જિલ્લા હોસ્પિટલમાંથી સગર્ભાને તપાસ માટે ક્લિનિક મોકલવામાં આવી હતી. ડિલિવરી બાદ મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો અને તેને એમ્બ્યુલન્સ પણ ના મળી. જેનાથી ત્રસ્ત મહિલાનો પતિ મંગળવારે તેના નવજાત બાળકના મૃતદેહને બાઇકની ડેકીમાં મૂકી કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. કોથળીમાં મૃતદેહ જોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. ત્યારબાદ જ્યારે તે વ્યક્તિએ ઘટના સંભળાવી તો લોકોની આંખોમાં આંસુ આવી ગયા. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.