સુરતમાં ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ હતી. કંપનીના કર્મચારી દ્વારા ઠગાઈ આચરવામાં આવતી હતી. કર્મચારીઓ દ્વારા રિજેક્ટ થયેલા માલને બદલી હલકી કક્ષાના માલ મૂકીને ઠગાઈ કરાઈ હતી. અત્યાર સુધી લાખો રૂપિયાના માલની અદલા બદલી કરાઈ હતી. ફોન પર ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી સારું વળતર આપવાની લાલચ અપાતી હતી. બેસ્ટ નમસ્તે ટ્રેડીંગ કંપનીના નામે છેતરપિંડી કરાઈ હતી. આ અંગે ફરીયાદ નોંધાતાં પુણા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને રૂ.13.88 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.