ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદની દરિયાપુર બેઠક ભાજપ માટે હમેશાં પડકારરૂપ રહી છે. કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ દરિયાપુર વિધાનસભા પર 2012થી ચુંટાઇ રહ્યા છે. જ્યારે એક સમયે આ બેઠક પર ભાજપનો દબદબો હતો. 1990થી 2007 સુધી ભાજપના ભરત બારોટ ચૂંટાઈ આવ્યા હતા. દરિયાપુર વિધાનસભામાં 1.96 લાખ કુલ મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,01,313 અને મહિલા મતદારો 95,620 અને અન્ય 4 મતદારો છે. દરિયાપુર વિધાનસભામાં મુસ્લીમ અને લધુમતિ કોમની વસ્તી વધુ છે.