જામનગરના ભોઇ જ્ઞાતિના આશાસ્પદ અને પીએચડીની ડિગ્રી હાંસલ કરનારા તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામના પ્રોફેસર મહિલા ગત 18મી તારીખે અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને સૌપ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ગંભીર પ્રકારે હેડ ઈન્જરી થઈ હોવાથી તેઓને યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ વધુ પડતી ગંભીર ઇજાને લીધે મહિલાને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સમાચારથી પરિવાર ભાંગી પડ્યો હતો. દરમિયાન ખાનગી હોસ્પિટલના ડોકટરો દ્વારા પરિવારજનોની ઓર્ગન ડોનેશનની સહમતી પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અનેક વખત ચર્ચા અને વાટાઘાટો કર્યા પછી તૃષાબેનના વિવિધ ઓક્સિજન કાર્બનથી માંડીને અલગ અલગ સેમ્પલો લઈ તેઓના ઓર્ગન ડોનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.