રાજકોટમાં દિવાળીની પરંપરાગત ઉજવણી શરૂ થઈ છે. શહેરના પેલેસ રોડ સ્થિત આશાપુરા માતાજીના મંદિરે ભાવિકોની ભીડ દર્શન માટે ઉમટી પડી છે. આજે ગુજરાતી વર્ષનો અંતિમ દિવસ છે અને વર્ષના અંતિમ દિવસે વિવિધ મંદિરોમાં દેવ દર્શનની અનોખી પરંપરા છે. રાજકોટમાં દિવાળીએ સવારના માતાજીના દર્શન માટે સહપરિવાર લોકો પહોંચી રહ્યા છે. સૌભાગ્યવતી મહિલાઓ પરંપરાગત ગુજરાતી સાડી અને આભૂષણોથી સજ્જ થઈને માતાજી અને ઇષ્ટ દેવના દર્શન માટે પહોંચ્યા હતા.