સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાયણ ગામે મોડી રાત્રે પૂજારી છત્રપાલની હત્યા કરાઈ હતી. છત્રપાલ સુગર રોડ પર આવેલ કેસરી નંદન હનુમાન મંદિરના પૂજારી હતા. યુપી વાસી પૂજારીનો મૃતદેહ મળી આવ્યો ત્યારે પગ બાંધેલી હાલતમાં હતા. ઓલપાડ પોલીસે લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. મંદિરના વિવાદિત પૂજારી અગાઉ પણ તમંચા સાથે ઝડપાયા હતો. પોલીસે CCTVના આધારે તપાસ શરુ કરી છે.