બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની આજે પદયાત્રા યોજાશે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પદયાત્રાનો ભાભરથી પ્રારંભ થયો છે. જે વાવના ઢીમા ધરણીધર ધામ ખાતે પહોંચશે. ગાયોમાં આવેલ લમ્પી વાયરસમાંથી અબોલ જીવોને રાહત થાય તે માટે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પદયાત્રાની માનતા રાખી હતી. આ પદયાત્રામાં ગેનીબેન ઠાકોર સાથે અનેક લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાશે. બે દિવસીય પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાશે.