કોણ છે આ કાંતિ અમૃતિયા, જેઓ મોરબીમાં જાતે બચાવકાર્યમાં ઉતર્યા

Sandesh 2022-10-31

Views 1K

રવિવારની સાંજ મોરબીવાસીઓ માટે માતમમાં ફેરવાઈ છે. દિવાળી બાદ અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા અને સાથે જ તેઓએ ઝૂલતા બ્રિજ પર સેલ્ફીઓ લેવાની સાથે મસ્તી પણ શરૂ કરી. આ સમયે મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ. મળતી માહિતિ અનુસાર દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં બાળકો સહિત 143ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો મોત સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે જ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મોરબી દુર્ધટનામાં બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું. તેઓ જાતે લોકોને બચાવવા નદીમાં ઉતર્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS