ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાની સાથે તમામ મંત્રીઓ અને રાજકીય વ્યક્તિઓએ સરકારી વાહનો જમા કરાવવા પડશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સરકારી ગાડી સિવાય પોતાની ખાનગી ગાડીમાં હોમગાર્ડ કાર્યક્રમમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સવા વર્ષમાં અનેક કામો કરવાનો અવસર મળ્યો છે. જેમાં યુવાનોના ભવિષ્યને ધુંધળું બનાવતા ડ્રગ્સમાં સફળતા મળી તેમજ સરકારે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો હતો.