ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મોટો દાવો કર્યો છે. રઘુ શર્માએ જણાવ્યું છે કે કોંગ્રેસ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ ફક્ત ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ છે. ત્રિપાંખીયા જંગ જેવી કોઈ વાત જ નથી. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસનું ઘર ઘર મિશન તેજ બન્યું છે. લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ સમય આવે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે. આ ઉપરાંત તેમણે ભાજપ અને આપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપમાં આંતરિક વિખવાદ છે તો AAPના કોઈ કાર્યકર્તા નથી, પેઈડ વર્કર છે તેમજ AAP અને ઔવેસી ભાજપની બી ટીમ હોવાનું તેમણે જણાવ્યું હતું.