કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શુક્રવારે સવા એક વાગ્યા આસપાસ થરમોકોલના બોક્સ બનાવતી શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીમાં લાગેલી ભીષણ આગને બુજાવવા માટે દમણ ઉપરાંત સ્થાનિક કંપનીઓના અને વાપી નગરપાલિકા વાપી નોટિફાઇડના ફાયર સહિત 10થી 12 જેટલા ફાયર ફાઈટરો પહોંચ્યા હતા.