બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે ડીસામાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સંજય રબારીને જાહેર કરતા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. સંજય રબારીને ટીકીટ આપતાં કોંગ્રેસના 15 આગેવાનોએ પાલનપુર કોંગ્રેસ કાર્યાલય આવીને પોતાના રાજીનામાં ધરી દેતાં ખળભળાટ મચી ગયો છે.