T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેપ્ટન બાબર આઝમ તેના સાથી ખેલાડીઓને પ્રેરક ભાષણ આપતા જોવા મળ્યા હતો. ટીમ સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચ હાર્યા બાદ પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા નહિવત હતી, પરંતુ રવિવારે દક્ષિણ આફ્રિકાની હાર થતા ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ.