58-ધોળકા વિધાનસભા સીટ પરથી પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ચૂંટણી લડવાનું સ્વેચ્છાએ ના પાડતા તેમની જગ્યા એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોળકાના સિંધરેજ ગામના વતની અને અમદાવાદ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન એવા કારડીયા રાજપૂત સમાજના અગ્રણી કિરીટસિંહ સરદારસિંહ ડાભી ને ટિકિટ આપવામાં આવી છે.