લગ્નની આમંત્રણ પત્રિકા છપાઇ, જાનૈયાઓના નામ પણ લખાયા. જમવાનું મેન્યુ પણ ખાસ રખાયું. કંઇક એવું કે જે 'વર' અને 'વહુ' બંનેને પસંદ હોય. તમને લાગશે કે તેમાં વળી શું અલગ છે. આ તો દરેક લગ્નમાં હોય છે. જી હા પરંતુ આ લગ્નમાં થોડોક ટ્વિસ્ટ છે. ગુરૂગ્રામમાં ભારતીય પરંપરા મુજબ શેરૂ (કૂતરો) અને સ્વીટી (ફીમેલ કૂતરો)ના લગ્ન થયા. પરંપરા પ્રમાણે સંગીત કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી લગ્નનો કાર્યક્રમ ચાલ્યો હતો. ત્યારબાદ જાનૈયાઓએને આશીર્વાદ આપ્યા.
ગુરૂગ્રામના પાલમ વિહાર એસ્ટેંશનમાં બે કૂતરાના લગ્નની ખૂબ ચર્ચા થઇ. એવા સમયે જ્યારે દિલ્હી-NCRમાં કૂતરાને લઇ સોસાયટીઓમાં એક અલગ પ્રકારનો ગુસ્સો છે અને ફરિયાદોની ભરમાર જોવા મળી રહી છે. ગુરૂગ્રામ કોલોનીના બે પરિવારોએ પોતાના ડોગ્સના લગ્નના કાર્યક્રમનું આયોજ કરવાનો નિર્ણય લીધો. ખાસ વાત એ છે કે કૂતરાને થોડાંક વર્ષ પહેલાં રસ્તા પરથી ઉઠાવીને ઘરે લાવ્યા હતા. તેમણે કૂતરાને પોતાન બાળકની જેમ ઉછેર્યું અને પછી લગ્ન કરાવ્યા.