ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. આજથી પીએમ મોદી પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. વલસાડ જિલ્લાના વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદ વલસાડમાં જનસભાને સંબોધન કર્યું હતું. આગામી ત્રણ દિવસમાં પ્રધાનમંત્રી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 જનસભાઓને સંબોધશે.