સુરતમાં આપ અને ભાજપ સામ સામે થયા હતા. લીંબાયત બેઠકના પ્રચાર માટે ભાજપ અને આપ સામ-સામે આવ્યા હતા. એક તરફ આપની સભા ચાલી રહી હતી ત્યારે ભાજપ પક્ષની સામેથી રેલી નિકળી હતી અને બંનેએ સામ-સામે સુત્રોચ્ચાર ચાલુ કર્યા હતા. મામલો ઉગ્ર થતાં પોલીસે દખલગીરી કરીને બંને પક્ષને શાંત કર્યા હતા. આ સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યાં છે.