ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીના જંગમાં ઉતરેલા ઉમેદવારો મત માંગવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓ ઠેર-ઠેર પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે રાપરના ધારાસભ્ય સંતોકબેન ઓરઠીયા પર ચૂંટણીના પ્રચાર અર્થે અમારાપર ગામે ગાય હત્યા ત્યારે તેમના પર હુમલો થયાનો આક્ષેપ છે.