ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. 5 ડિસેમ્બરના રોજ મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે તે પહેલાં નેતાઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સતત બીજા દિવસે આજે રોડ-શો યોજ્યો. મુખ્યમંત્રીના ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઇને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
અમદાવાદમાં સતત બીજા દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અમદાવાદમાં રોડ-શોમાં બોપલ રીંગ રોડથી આંબલી ગામ સુધી રોડ-શો યોજાયો. જેમાં આબાદ નગર, હનુમાનજી મંદિર , નંદન પાર્ક, ઉમિયા મંદિર, આરોહી ક્લબ રોડ સહિતના વિસ્તારમાંથી આ રોડ-શો નીકળ્યો. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોને લઈ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.