બોટાદ 107 વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો. કમો કોઠારીયા પણ ભાજપના ઉમેદવારના સમર્થનમાં આવેલ હોય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. મોટી સંખ્યામાં લોકો ડાયરા સાથે કમાને જોવા હાજર રહ્યા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જીતવા માટે અવનવા આયોજન કરતા હોય છે તો ક્યાંક સમર્થકો દ્વારા પણ નવતર પ્રયોગ સાથે વધુને વધુ પ્રચાર થઈ શકે તેવા આયોજન થતા હોય છે. 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે જેને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે બોટાદના પ્રખ્યાત બિલ્ડર શ્રીજી આનંદધામ ડેવલોપર્સ ગ્રુપ દ્વારા કીર્તિદાન ગઢવીનું બોટાદના કાઠિયાવાડ જિન ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બોટાદ 107 વિધાનસભાના ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને મત આપવા અને જીત અપાવવા કરાઈ અપીલ.